Wednesday, May 17, 2006

કોને ખબર ? (કિવ સ્િર રમેશ પારેખ ન સ્ધાન્જિલ)

પાંદડું કેવી રીતે પીળું થયું કોને ખબર ?
એટલે કે ઝાડમાંથી શું ગયું કોને ખબર ?

શ્હેર પર ખાંગી થઈ વરસી પડી આખી વસંત,
એક જણ નખશિખ ઉજ્જડ રહી ગયું કોને ખબર ?

શાહીમાંથી આમ કાં ઢોળાય છે તારાં સ્મરણ?
એને મારું એક મન ઓછું પડ્યું ? કોને ખબર ?

સ્વપ્નમાં વહેતી'તી નહેરો તારા ચહેરાની સતત,
ને સવારે આંખમાંથી શું વહ્યું ? કોને ખબર ?

માછલીએ એકદા જળને પૂછ્યું : તું કોણ છે ?
એનો ઉત્તર શોધવા જળ ક્યાં ગયું, કોને ખબર ?

મેં અરીસાને અમસ્તો ઉપલક જોયો, રમેશ
કોણ એમાંથી મને જોતું રહ્યું, કોને ખબર ?

- રમેશ પારેખ
( આજે કિવ સ્િર રમેશ પારેખ આપિણ વચે રિ હયા નિથ . તેમ્ને માિ ર સ્ધાન્જિલ.. પ્ર્ભુ તેમ્ના આત્મા ને શાતા આપે. )

4 comments:

ધવલ said...

હેતલભાઈ, તમારો બ્લોગ જોઈને આનંદ થયો. અફસોસ કે આ બ્લોગ રમેશ પારેખના અવસાનના પોસ્ટથી ધ્યાનમાં આવ્યો. ખેર, હું પણ સૂરતથી છું.

Anonymous said...

શ્રી હેતલભાઈ, આપ બ્લોગની પ્રેરણા મેળવનાર સ્વરૂપે રીડગુજરાતીને યાદ કરો એ તો મારું અહોભાગ્ય છે. પણ, અત્યંત વયસ્ત રહેતા હોવા છતાં પણ આપ અને આપના જેવા કેટલાય ગુજરાતીઓ જે કામ બ્લોગ પર કરી રહ્યા છે તે રીડગુજરાતી કરતાંય અનેક ગણું સુંદર છે. એ આપનો ભાષા પ્રત્યેનો ગાઢ લગાવ બતાવે છે. અને તેને હું નમન કરું છું.

Anonymous said...

Hetal,

Very good job. In your profile you have written that you are extremely busy so you can not update your blog, but when we look at your blog I think all you did is "copy and paste" and still hard for you to find time for it !!!!

I think you should atleast post one poem for which you have really contributed time and efforts.

I believe there are only 2-3 gujarati blogs which do take time and efforts to avoid duplication and refrain from copying it shamelessly.

I hope you will put something unique which is not seen in other blogs.

good luck.

Rajesh

Anonymous said...

HETAL..MY FIRST VISIT TO YOUR WEBSITE...CONGRATS & WISH YOU ALL THE BEST>DR. CHANDRAVADAN MISTRY. LANCASTER CA USA I HAVE A WEBSITE & I INVITE YOU TO VISIT & POST COMMENTS>>CHANDRAPUKAR at www.chandrapukar.wordpress.com